Home> India
Advertisement
Prev
Next

ભાજપે આ પાર્ટીને આપ્યો કડક સંદેશ, 'PM મોદીની તસવીરનો ઉપયોગ નહી કરી શકો'

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ લોકજનશક્તિ પાર્ટી (LJP)ને કડક સંદેશ આપ્યો છે. ભાજપે ચિરાગ પાસવાન અને એલજેપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામે મત માંગી શકશો નહીં. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. 

ભાજપે આ પાર્ટીને આપ્યો કડક સંદેશ, 'PM મોદીની તસવીરનો ઉપયોગ નહી કરી શકો'

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ લોકજનશક્તિ પાર્ટી (LJP)ને કડક સંદેશ આપ્યો છે. ભાજપે ચિરાગ પાસવાન અને એલજેપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામે મત માંગી શકશો નહીં. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. 

fallbacks

હાથરસ કેસ: તાબડતોબ મધરાતે કેમ કરાયા પીડિતાના અંતિમ સંસ્કાર? UP સરકારે આપ્યો જવાબ

ભાજપ સૂત્રોનું કહેવું છે કે એલજેપીને સ્પષ્ટપણે કહેવાયું છે કે તેઓ બિહાર ચૂંટણીમાં કોઈ પણ સંજોગોમાં ભાજપનું નામ નહીં લે. કારણ કે બંને પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડી રહી છે. એલજેપીને કહેવાયું છે કે તેમની પાર્ટીના બેનર, પોસ્ટર, કે ભાષણમાં પીએમ મોદી અને ભાજપનું નામ લેવાવું જોઈએ નહીં. જ્યારે કોઈ પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ છે તો તેને કોઈ પણ પ્રકારે પીએમ મોદીનું નામ વાપરવાની મંજૂરી આપી શકાય નહીં. 

અત્રે જણાવવાનું કે એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પોતાના નેતા માને છે આથી તેઓ તેમના નામ પર મત માંગશે. આ જાહેરાત બાદ ચિરાગ પાસવાને ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા.

Corona Update: કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ 

NDAથી એલજેપી અલગ પરંતુ કેન્દ્રમાં ભાજપ સાથે
એલજેપીએ નીતિશકુમારના નેતૃત્વમાં બિહાર ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ત્યારબાદ એલજેપી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલાહાથે ભાગ્ય અજમાવી રહી છે. એલજેપી કેન્દ્ર સરકારમાં ભાજપની સહયોગી રહેશે પરંતુ બિહારમાં તે તેની વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. એલજેપીએ જાહેરાત કરી છે કે ચૂંટણી બાદ પણ તે ભાજપની સરકાર બનાવવામાં સહયોગ કરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More